અજબ રમત

ફાવે તેમ કરે છે આ, ઈચ્છાને નામ ક્યાં છે?
જ્યાં પડ્યો ત્યાં પાથર્યો, સમય ને ભાન ક્યાં છે?

ક્યારેક સાવ કોરો કાગળ, તો ક્યારેક ભીનું પૂમડું,
અજબ રમત રમાડે આ, લાગણીને બાન ક્યાં છે?

દેખાડાનું સ્મિત છલોછલ, ને ભાવ સાવ આડંબર,
પરાણેનું આ પરોણું, આતિથ્યને માન ક્યાં છે?

અંધશ્રદ્ધાનું અંધારુ, ને મંત્ર તંત્રનો ધીકતો ધંધો,
વેદો અને પુરાણોનું આ, પંડિતને જ્ઞાન ક્યાં છે?

— સૌરીન દશાડિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Copy link
Powered by Social Snap