ખદ-બદ કરતી,
બડ-બડ કરતી.
હદ તોફાની, ખૂબ ધમાલી.
કરે એ વાતો, ઘેલી - કાલી.
ખૂબ હસે ને, ખૂબ હસાવે.
ખુદ રડે તો, મનેય રડાવે.
દિલ નો કટકો, મીઠો લટકો.
રુઆબ ઘરમાં, સાવ અદકો.
ઘડીક હસતી, ઘડીક રડતી.
હક જતાવી, માં નેય વઢતી.
એય રમે ને, મનેય રમાડે.
અડકો દડકો, દહીં દડુંકો.
હરતી ફરતી, વાતો કરતી.
નખરા કરતી, સૌ ને ગમતી.
ગામ ગજાવે, આભ અંબાવે,
તેડી લો ને, હાથ લંબાવે.
ખન ખન કરતી, બંગડીઓ.
છન છન કરતી, ઝાંઝરીઓ.
ઝગમગ મારો, ચાંદલિયો,
એ હરતો ફરતો, આભલીયો.
— સૌરીન દશાડિયા